Canada: પતિને આવ્યું સપનું... મહિલાએ તે જ નંબરની લીધી Lottery, જીત્યા 344 કરોડ રૂપિયા
સપનું આવવું એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે કેટલાક સપના સાચા પડી જાય ત્યારે માણસ ખુશીમાં ઝૂમી ઉઠે છે. આવું જ કઈંક થયું છે કેનેડા (Canada) માં રહેતી ડેંગ પ્રવાતોડોમ (Deng Pravatoudom) સાથે. પતિએ એક સપનું જોયું અને બંનેનું પછી તો ભાગ્ય જ બદલાઈ ગયું
ટોરન્ટો: સપનું (Dream) આવવું એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે કેટલાક સપના સાચા પડી જાય ત્યારે માણસ ખુશીમાં ઝૂમી ઉઠે છે. આવું જ કઈંક થયું છે કેનેડા (Canada) માં રહેતી ડેંગ પ્રવાતોડોમ (Deng Pravatoudom) સાથે. પતિએ એક સપનું જોયું અને બંનેનું પછી તો ભાગ્ય જ બદલાઈ ગયું.
પતિએ સપનામાં જોયો હતો નંબર
ટોરન્ટોની રહીશ ડેંગ પ્રવાતોડોમ (Deng Pravatoudom) ના પતિએ સપનામાં એક નંબર જોયો હતો. તે નંબરનો ઉપયોગ કરીને ડેંગે એક લોટરી ( lottery ) ખરીદી. આ લોટરીએ બંનેને માલામાલ કરી દીધા. ઓન્ટારિયો લોટરી અને ગેમિંગ કોર્પોરેશન (OLG) ના જણાવ્યાં મુજબ ડેંગ પ્રવાતોડોમે 1 ડિસેમ્બર 2020ના રોજ સપનામાં જે નંબર જોયો તેનો ઉપયોગ કરીને લોટરીની ટિકિટ ખરીદી. જેમાં તેને 6 કરોડ કેનેડિયન ડોલર એટલે કે 344 કરોડ રૂપિયા જીત્યા.
Carmine Colour : કેટલી મજાથી જીભ લપલપાવીને દુનિયા ઝાપટી જાય છે આ 'જીવડા', એ પણ જાણ બહાર!
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube